શ્રી લોહાણા મહાપરિષદ દ્વિતીય કારોબારી સમિતિની સભા
19th December 2026
AUDA Auditorium, Shela, Ahmedabad
દ્વિતીય કારોબારી સમિતિ સભા
પ્રતિ,
પરમ સ્નેહી શ્રી કારોબારી સમિતિ સભ્ય/આમંત્રિત સભ્ય શ્રી,
શ્રી લોહાણા મહાપરિષદ.
જય રઘુવંશ, જય મહાપરિષદ,
શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠલાણી ના અધ્યક્ષપદે, ઇ.સ. ૨૦૨૬-૩૧ના સત્રની દ્વિતીય કારોબારી સમિતિ ની સભા શનિવાર તા. ૧૯મી ડીસેમ્બર ૨૦૨૬ ના રોજ AUDA ઓડિટોરિયમ, કર્ણાવતી ક્લબ રોડ, શેલા, અમદાબાદ, ગુજરાત ખાતે યોજવામાં આવી છે.
અમદાવાદ ખાતે યોજાનારી આગામી કારોબારી સમિતિની મીટીંગ માટે નીચે મુજબના મહાજન-સંસ્થાઓ યજમાનપદ શોભાવશે:
- શ્રી અમદાવાદ (હા.ધો.ક.) લોહાણા મહાજન
- શ્રી ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન, અમદાવાદ
- શ્રી કચ્છી લોહાણા સમાજ, અમદાવાદ
- શ્રી થરપારકર લોહાણા મહાજન, અમદાવાદ
- શ્રી લોહાણા મિલન ગૃહ ઉદ્યોગ ચેરીટેબલ ટ્રસ્ટ - શ્રી લોહાણા મિલન
- શ્રી મારવાડી લોહાણા સમાજ, અમદાવાદ
- શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવન, અમદાવાદ
- Roopa Screen Limited - હ. શ્રી ઘનશ્યામભાઈ રણછોડભાઈ ઠક્કર
આપશ્રી ને આ કારોબારી સમિતિની બેઠકમાં સમયસર હાજર થઈને ભાગ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
વિશ્વ સ્તરે વસતા આશરે ૨૫ થી ૩૫ લાખ લોકો ની સંખ્યા ધરાવતી લોહાણા જ્ઞાતિના જવાબદાર પ્રતિનિધિ તરીકે આપની આ સભામાં ઉપસ્થિતિ અનિવાર્ય છે. જો કોઈ પણ કારણસર આપ આવી ન શકો તેમ હોય તો મિટિંગ ની વેબસાઇટ પર આપેલ ફોર્મ: https://ahmedabadmeeting.lohanamahaparishad.org/meeting-absence દ્વારા તા. ૧ ડીસેમ્બર ૨૦૨૬ પહેલા આપની ગેરહાજરી ની જાણ કરવા નમ્ર વિનંતી.
વિશેષ નોંધ:
તા. ૧૬ થી ૨૦ ડીસેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાનાર કાર્યક્રમ અંગે માહિતી અને સૂચનાઓ:
- તા. ૧૬ થી ૧૮ ડીસેમ્બર ૨૦૨૬ દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા, અમદાવાદ ખાતે “શ્રી લોહાણા મહાપરિષદ અમૃત ખેલ યાત્રા - સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ ફેસ્ટિવલ ૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ તા. ૧૮મી ડીસેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે વિજેતાઓનું સન્માન અને ટ્રોફી/મેડલ વિતરણ સમારોહ યોજાશે. સર્વ કારોબારી સભ્યો તથા આમંત્રિતોને આ કાર્યક્રમોમાં હાજર રહી આપણાં રમતવીરોનો ઉત્સાહ વધારવા અને પ્રોત્સાહન આપવા હાર્દિક આમંત્રણ છે.
- ૨૦૨૬-૩૧ ના સત્ર ની દ્વિતીય કારોબારી સમિતિની સભા તા. ૧૯મી ડીસેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે રજિસ્ટ્રેશન અને અલ્પાહાર બાદ સવારે ૧૦:૦૦ વાગ્યે સમયસર શરૂ થશે. બહારગામથી આવતા પ્રતિનિધિઓને સમયસર હાજર રહેવા વિનંતી.
- કારોબારી સમિતિ ની સભા બાદ ૧૯ ડીસેમ્બર ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૩૦ થી ૮:૩૦ વાગે આંતરરાષ્ટ્રીય ઍવોર્ડ વિતરણ સમરોહ યોજવામાં આવશે.
- તા. ૨૦મી ડીસેમ્બર ના રોજ ૧૦:૦૦ થી ૪:૦૦ વાગ્યા સુધી ગ્લોબલ સરસ્વતી સન્માન નું આયોજન કરવામાં આવ્યું છે. આપને આ કાર્યક્રમ માં હાજરી આપી તેજસ્વી વિદ્યાર્થીઓ, શિક્ષકો, તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ને પ્રેરિત કરવા હાર્દિક નિમંત્રણ છે.
- તા. ૧૮મી થી ૨૦મી ડીસેમ્બર ૨૦૨૬ના કાર્યક્રમો, એજન્ડા, રહેઠાણની માહિતી તથા અમદાવાદ અને આસપાસના ધાર્મિક-પૌરાણિક સ્થળોની વિગતો સભાની વેબસાઇટ https://ahmedabadmeeting.lohanamahaparishad.org/ પર ઉપલબ્ધ છે, જેથી સૌ સભ્યો/આમંત્રિતોએ પોતાના આગમન અને રહેવાની વ્યવસ્થા સ્વખર્ચે તથા પોતાની અનુકૂળતા મુજબ ગોઠવી શકે.
- કારોબારી સભ્યો તથા આમંત્રિતો માટે રૂ. ૧૦૦૦/- ની ડેલિગેટ ફી નિર્ધારિત કરવામાં આવેલ છે. રજિસ્ટ્રેશન તથા પેમેન્ટ માટે મુલાકાત લો: https://ahmedabadmeeting.lohanamahaparishad.org/
પ્રવાસ, ઉતારા વ્યવસ્થા વગેરે ની જાણકારી હેતુ સંપર્ક:
સભા સ્થળ: AUDA ઓડિટોરિયમ, કર્ણાવતી ક્લબ રોડ, શેલા, અમદાબાદ, ગુજરાત.
પ્રવાસ, સભા સ્થળની નજીક રહેઠાણ વ્યવસ્થા, તેમજ અમદાવાદ માં અને તેથી નજીકમાં આવેલ જોવાલાયક સ્થળો તથા ટૂરિઝમ વિષે માહિતી માટે સંપર્ક:
- શ્રી નીતિનભાઈ ઠક્કર – મો: +91 9426009990
- શ્રી દીપકભાઈ ઠક્કર – મો: +91 9825017708
Glimpses of previous Karobari Samiti Meeting
Watch and relive the memories of Shree Lohana Mahaparishad&s Eighth Karobari Samiti Meeting of 2020-2025 term held on Saturday, 29th 2024 at Ahmedabad, Gujarat.




